વાંસદા: રાજય સરકારે, નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને, જુન-2023 પહેલાં લેવાયેલી ટેટ-ટાટની પરીક્ષા હવે શિક્ષકોની ભરતીમાં માન્ય નહીં ગણાય અર્થાત, હવે જુન-2023માં લેવાનારી ટાટ પરીક્ષાનું પરિણામ જ આગળની ભરતી માટે માન્ય ગણાશે, એ દિશામાં સરકાર નિર્ણય લે તેવી શક્યતા છે.
માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતીમાં વર્ષ 2019માં લેવાયેલી ટાટ પરીક્ષાનું પરિણામ માન્ય ન ગણાય. તેવી સ્થિતિ સર્જાઇ છે. જોકે, સરકારની આ ગણતરી શિક્ષણ જગતને માન્ય નથી એટલે, આ મુદ્દે ઉમેદવારોએ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અને પ્રફુલ પાનસેરીયા સમક્ષ એવી રજૂઆત કરી છે કે, 2019 માં ટાટ આપી પાસ થનાર ઉમેદવારનું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણવું જોઇએ.
મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, વર્ષ 2019માં લેવાયેલી ટાટનું પરીણામ હવે માન્ય ગણાશે નહીં. આથી ઉમેદવારો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પણ રજૂઆત કરવા આવ્યા હતા. આ બાબતે મંત્રી પ્રફુલ પાનસેરીયાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, મોટાભાગે વર્ષ 2019માં લેવાયેલી ટાટ પરીક્ષાનું પરિણામ માન્ય ગણાશે નહીં. હવે જુન-2023માં લેવાનારી ટાટ પરીક્ષાનું પરિણામ જ આગળની ભરતી માટે માન્ય ગણાશે.
લોકનેતા અનંત પટેલ જણાવે છે કે આ સરકાર પોતાની મનમાની ચલાવે છે. બે પાંચ વર્ષે નવું-નવું લાવીને બેરોજગાર યુવાનો ને રમાડ્યા કરે છે. લોકશાહી જેવું કંઈ રહ્યું જ નથી. 2019 માં પાસ કરેલી tat ni validity 5 વર્ષની હોવા છતાં એવું એક્ઝામ પાછી આપવાની ? શું ચાલી રહ્યું છે ગુજરાતમાં ? આદિવાસી યુવાનો કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈને પરીક્ષા પાસ કરતાં હોય છે અને આ સરકાર આદિવાસી યુવાનોના ભવિષ્ય સાથે આવી રીતે ખિલવાડ કરતી હોય છે. હું આ નિર્ણયનો સખત વિરોધ કરું છું.
એક માહિતી અનુસાર, ટાટ પરીક્ષા છેલ્લા વર્ષ 2019માં લેવાઇ હતી. આ પરીક્ષાનું પરિણામ 5 વર્ષ સુધી માન્ય ગણાય છે. રાજય સરકાર જુન મહિનામાં ટાટની પરીક્ષા નવી શિક્ષણ નીતિ પ્રમાણે લઇ રહીં છે. આથી જુની પધ્ધતિથી લેવાયેલી ટાટની પરીક્ષા રદ ગણાશે તે દિશામાં સરકાર આગળ વધી રહીં છે.

