ચીખલી: આત્મહત્યાનો દોર ખતમ થવાનું નામ નથી લઇ રહ્યો હોય તેમ હાલમાં જ ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં જ આત્મહત્યા કરી લીધાનો કિસ્સો બહાર આવતા જ ચકચાર મચી જવા પામી છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે. કોન્સ્ટેબલ સંજય પટેલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. હે.કોન્સ્ટેબલ સંજય પટેલ ચીખલી પોલીસ મથક માં પીએસઓ તેમજ બીટ જમાદાર તરીકે ફરજ બજાવતો હતો. અને તે કેટલાંક દિવસથી બીમાર પણ રેહતો હતો

હાલમાં સતત કેટલાંક દિવસથી બીમાર હોવાના કારણે કંટાળીને હે,કોન્સ્ટેબલ સંજય પટેલે આત્મહત્યા કરી લીધી હોય એવું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.સંજય પટેલનો મૃતદેહ PM માટે ખેસેડાયો છે અને પોલીસ આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવનારા સમયમાં આ આત્મહત્યા પાછળનું સત્ય બહાર આવશે એવું લોકો માની રહ્યા છે.