પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વાંસદા: આપઘાતની ઘટનાઓનું સતત વધુ રહ્યું છે ત્યારે વાંસદા તાલુકાના રવાણીયા ગામમાં કોઈ અજાણ્યા કારણોને લઈને 40 વર્ષીય પરિણીતાએ આંબાના વૃક્ષ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો દોર શરુ થયો છે.

Decision News વાંસદાના રવાણીયા ગામના ભેલમાળ ફળિયામાં ગતરોજ લગ્ન પ્રસંગ હતો ત્યારે 40 વર્ષીય હિનાબેન શિવરામભાઈ કરૂગળા અને તેની બે પુત્રી સાથે તૈયાર થઈ હતી પણ હિનાબેન લગ્નમાંન ગઈ અને તેમણે તેમની પુત્રીઓને પરિવાર સાથે લગ્નમાં મોકલી દીધા. લગ્નમાંથી જ્યારે 8.30 વાગ્યાની આસપાસ પુત્રીઓ ઘરે આવી અને માતા હિનાબેન ઘરે ન દેખાતા આસપાસ શોધ કરી ત્યારે ઘરના આંગણની બહાર આંબાના વૃક્ષની ડાળી સાથે ગાયોને બાંધવાની દોરડી વડે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.

હિનાબેને ક્યાં કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે તેના કોઈ સત્ય કારણ હજુ બહાર આવ્યું નથી. હિનાબેનના જેઠ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈને ફરિયાદ લખાવવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હિનાબેનના પતિ શિવરામભાઈ છેલ્લા દોઢેક માસથી મહેસાણામાં બોરિંગના કામે મજૂરીએ ગયા છે.