આહવા: ગતરોજ આહવા સોનગીર ફાટક પાસે સુનિલભાઈ ગોંડ નામના પોલીસકર્મીની સ્વિફ્ટ કાર પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી હતી.જેમાં ઘાયલ પોલીસને સારવાર માટે 108 ની મદદથી આહવા સિવિલમાં ખસેડાયો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ સાપુતારા માર્ગ પર આહવાના સોનગીર ફાટક પાસે સાપુતારા તરફથી પૂરપાટ ઝડપે સ્વિફ્ટ કાર હંકારી આવતાં સુનીલ ગોંડે નામના પોલીસે વળાંકમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં રોડની બાજુમાં આવેલા માઈલ સ્ટોન સાથે ઠોકાઈ હતી. અને કાર ફંગોળાઈને ઝાડની ડાળી સાથે અથડાઈ રોડની બાજુમાંના ખાડામાં પલટી મારી ઉંધી થઈ ગઈ હતી
કારની એટલા જોરમાં ભટકાઈ હતી કે રોડનો માઈલ સ્ટોન પણ ઉખડી ગયો હતો. અકસ્માત સ્થળ પર ગંભીર ઈજા પામેલા પોલીસ કર્મીને તાત્કાલિક ધોરણે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ કર્મી નશામાં હતો જેના કારણે તે કાર પર કાબુ રાખી શકયો ન હતો એમ લાગે છે.

