વાપી: પહેલી વખત બોડીગાર્ડ વગર પરિવાર સાથે શિવ મંદિરે દર્શન કરવા ગયેલા વાપીના રાતા વિસ્તારમાં ભાજપના ઉપપ્રમુખ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતાં ભાજપના ઉપપ્રમુખના પરિવારજનો અને સ્થાનિક લોકો પોલીસ પ્રશાસનના સવાલો ઉઠાવી રહ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ વાપીના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે શિવ મંદિરે દર્શને ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા શખસોએ ફાયરિંગ કરી તેની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ હત્યા જૂની અંગત અદાવતમાં હત્યા થઈ કહેવામાં આવી રહ્યું છે. શૈલેષ પટેલના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી દીધી પણ મામલતદાર અને અગ્રણીઓએ ન્યાય મળશેનું આશ્વાસન આપતા પરિવારના સભ્યોએ લાશ સ્વીકારી હતી.
પરિવારજનો જણાવે છે કે જો ભાજપ શાસિત રાજ્યમાં આવી ફાયરિંગ જેવી ઘટના ઘટતી હોય તો યુપી અને ગુજરાતમાં શું ફરક છે.

