કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સહાયક તરીકે એક શિક્ષકના 5 વર્ષ પુર્ણ થયા બાદ કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં મુકવા માટે અરજી કરી જેની આગળની કાર્યવાહી કરવા દિલીપભાઈ આર.પટેલ, ઇન્ચાર્જ આચાર્ય, અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કપરાડા નાઓએ રૂ 50 હજારની લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

Decision News મળેલી જાણકારી મુજબ અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયમાં શિક્ષણ સહાયક તરીકે એક શિક્ષકના 5 વર્ષ પુર્ણ થયા બાદ કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં મુકવા માટે અરજી કરી હતી ત્યારે ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર.પટેલ દ્વારા તેમના પર રૂ 50 હજારની લાંચ મળવામાં આવી હતી. શિક્ષકે આ બાબતની જાણ ACBને કરી ACB એ આ લાંચિયા અધિકારીને રંગે હાથે -પકડવા લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કપરાડાના આચાર્ય દિલીપભાઈ રમણભાઈ પટેલને લાંચ લેતા ઝડપી પાડયા હતા.

 શિક્ષણ ક્ષેત્રમાં પણ આ પ્રકારે ભ્રષ્ટાચારની અને શિક્ષણને વેપાર બનાવવા બેઠેલા આવા લાંચિયા અધિકારીઓના કિસ્સાઓ બહાર આવે છે ત્યારે આદિવાસી વિસ્તારોના બાળકોની શિક્ષણ કેવા પ્રકારના અધિકારીઓના હાથમાં છે તે સમાજ ઉત્થાનની વાસ્તવિકતાનું દર્શન કરાવે છે.