ચીખલી: ચીખલીમાં થયેલ હત્યાનો મામલો દર દિવસે નવું સ્વરૂપ લઇ રહ્યો છે ગતરોજ કોળી સમાજના વિનલ પટેલની હત્યાના 3 આરોપીઓની ગ્રામજનોએ નવસારી એસપીને નાર્કો ટેસ્ટ થાય અને પિતાનો આધાર ગુમાવી દીધેલ બે નાની દીકરીને સહાય મળે તે માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ કોળી સમાજ અને ગ્રામજનોએ કહ્યું વિનલ પટેલની હત્યા થતાં પિતાનો આશરો ગુમાવી બેઠેલી નાનકડી દીકરીઓનો શુ વાંક ? આ દીકરીઓ પ્રત્યે સમગ્ર કોળી સમાજની સંવેદના પ્રગટ કરતા શૈલેષ પટેલ, ઉપેશ પટેલ, નયનેશ પટેલ, સમીરભાઈ પટેલ, રૂપેશ પટેલ, અમિત પટેલ સહિત સમાજના અગ્રણીઓએ નવસારી SPની મુલાકાત લઈ લેખિતમાં રજૂઆત કરી હતી.
કોળી સમાજની માંગ છે કે આરોપીઓની અટક કરી પણ તેમની પાછળ કોનો દોરીસંચાર હતો તેની પણ અટક થાય અને આરોપીઓની નાર્કો ટેસ્ટ કરાવાય અને કસૂરવારોને ફાંસીની સજા થવી જોઈએ. આ ઉપરાંત વિનલ પટેલની બે દીકરીને સરકારી સહાય મળવી જોઈએ. કોળી સમાજની દીકરીના પિતાને ન્યાય મળે તે માટે અમે હંમેશા એના પડખે ઉભા છે. જો સાચા ગુનેગારોને કડક સજા થાય નહિતર સમગ્ર કોળી સમાજ ધરણા કરશે.

