ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં લગભગ 8000 જેટલાં ગરીબ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ હજુ જમા થઇ નથી. તે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને આપવા આવે એવી માંગ કરવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમા અભ્યાસ કરતા લગભગ 8000 જેટલાં વિદ્યાર્થીઓની ગતવર્ષની સ્કોલરશીપ સરકારના સંલગ્નઃ વિભાગો દ્વારા કોલેજોમા હજુસુધી જમા થઇ નહીં હોવાને લીધે શિષ્યવૃતિ લઈને અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ ખાસ કરીને આદિવાસી સમાજના મજૂરી કરતા માબાપના બાળકોની હાલત અત્યારે કફોડી બની છે આવી સ્થિતિમા શિષ્યવૃતિની લાંબા સમયથી વાટ જોઈને બેસેલા ધરમપુર વનરાજ કોલેજના વિદ્યાર્થીઓએ ન્યાય મેળવવા માટે પ્રાંત ઓફિસ ખાતે એક દિવસ ધરણાનો કાર્યક્રમ પણ રાખવો પડ્યો હતો, જે અન્વયે મામલતદાર ધરમપુર દ્વારા વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી ઉચ્ચ કક્ષાએ યોગ્ય રજૂઆત કરવાની બાંહેધરી આપતાં વિદ્યાર્થીઓના ધરણાં સમેટાયા હતાં.
આ બાબતની રજૂઆત સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલને થતાં એમણે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરને પત્ર લખી શિષ્યવૃતિની રકમ તાત્કાલિક ચૂકવી આપવાની માંગ કરી હતી. આજે બાબતે SAS દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીશ્રીને ખેરગામ મામલતદારવતી સ્કોલરશીપના માંગણીપત્રની નકલ રવાના કરી હતી.

