કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના મામલતદાર કચેરી ખાતે દાહોદ વાપી નેશનલ હાઇવે 56 જે નાનાપોંઢા બાઈપાસ કરવામાં આવતા 42 જેટલા આદિવાસી ખેડૂતોની પિયતની જમીન સંપાદન થનાર છે જેને લઈને આદિવાસી નેતા જયેન્દ્ર ગાંવિતની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું.
જુઓ વિડીયો..
આવેદનપત્રમાં જણાવ્યું છે કે કપરાડા તાલુકામાંથી જનાર દાહોદ થી વાપી નેશનલ હાઇવે 56 જે નાનાપોંઢા બાઈપાસ કરવામા આવ્યો છે જેમાં 42 જેટલા આદિવાસી ખેડૂતોની પિયતની જમીન સંપાદન થનાર છે તેમાં આંબા કલમવાડી અને પિયત માટે સુધારેલ જમીન, ખૂબ મેહનતથી બનાવેલ કેટલાક ઘરો અને ગરીબ આદિવાસીની બાપ દાદાથી મેળવેલ મિલકતને ભારે નુકશાન થવાનું છે. ખેડૂતોનું કહેવું છે કે જૂના રોડ પ્રમાણે જ રોડ બને એવી અમારી માંગ છે. અમે ગ્રામસભામાં આ મુદ્દે ઠરાવ કરી 28 એપ્રિલ 2023ના રોજ વિરોધ કર્યો હતો અને તેની લેખિત રજુવાત મામલતદારના માધ્યમથી મહામહિમ રાજ્યપાલ સચિવ તથા ટ્રાઈબલ એડવાઝર કમિટી અઘ્યક્ષ ગાંધીનગરને પણ જણાવ્યું હતું. જયેન્દ્ર ગાંવિતએ જણાવ્યું છે કે જો બાયપાસ રોડ બંધ કરવો જોઈએ અને જે જૂનો છે એ પ્રમાણે બનાવશે તો કોઈ પણ વાધો નથી. નહિ તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવા ખેડૂતો મજબૂર બનશે.
આજે આવેદનપત્ર આપવા પ્રસંગે આદીવાસી નેતા જયેદ્ર ગાંવિત, ગામના આગેવાનો નવીન ભિસરા કાળુભાઈ ચોધરી. ગણેશભાઈ બી પટેલ, ભગુભાઈ ચોધરી, રમતુભાઈ ચોધરી, નરેશ ખાડવી, બાબુ ખાડવી, ધીરુભાઈ નાયક, પ્રવીણ સહારે, સતીશ ગાયકવાડ, પ્રવીણ ખાડવી જેવા અગ્રણીઓ હાજર રહ્યા હતાં. જયેન્દ્ર ગાંવિત એ જણાવ્યું છે કે જૉ બાયપાસ રસ્તો બંધ કરવો જોઈએ જે જૂનો છે એ પ્રમાણે બનાવશે તો કોઈ પણ વાધો નથી. નહિ તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવા મજબૂર ના કરશો.