વાંસદા: 2024માં લોક્સેભાની બેઠક કબજે કરવાની ભાજપ તરફથી તૈયારી ચાલુ થઇ ગઈ હોય તેમ નવસારી જિલ્લામાં વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે ત્યારે ભાજપ દ્વારા બે તાલુકા પંચાયતના સભ્યોને કેસરિયો ધારણ કરાવી આ ગઢમાં ગાબડું પાડવા આવ્યું છે
Decision News ને પ્રાપ્ત વિગતો મુજબ વાંગણ અને ચારણવાડા તાલુકા પંચાયતના સભ્યોએ પોતાના મત વિસ્તારમાં પાયાની સુવિધા ને લઈને વર્ષોથી ફરિયાદો છે અને ગામોમાં વિકાસલક્ષી કામગીરી કરવા માટે અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થાય તે માટે ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાનું જણાવે છે.
વાંસદાની 6 ચારણવાળા બેઠકના યોગેશ દેસાઈ અને 25 વાંગણ બેઠકના પરશુ બીરારી કોંગ્રેસને અલવિદા કહ્યું છે. તેમણે કહ્યું કે પોતાના વિસ્તારમાં કોંગ્રેસમાં રહી વિકાસના કામો ન થતાં હોવાની વેદના વ્યક્ત કરી છે. આ બંને સભ્યોએ નવસારી કમલમ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ અને ગુજરાત એસ.ટી. મોર્ચાના મહામંત્રી પિયુષ પટેલની હાજરીમાં ખેસ પહેર્યો હતો.

