દાદરા નગર હવેલી: વર્તમાન સમયમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યા બાબતે અગ્રણીય અવાજ બનતાં પ્રભુ ટોકિયાએ જે જનસંપર્ક, સંવાદ અને દાદરા નગર હવેલી જોડો પદયાત્રાનો પાંચમો દિવસ છે તેઓ વેલુગામ આંબોલી પંચાયત ખાતે લોક જાગૃતિની વાતો કરી રહ્યા છે.
આદિવાસી નેતા પ્રભુ ટોકિયા Decision News જણાવે છે કે યાત્રાનો મકસદ એક જ છે. પ્રદેશમાં જે અનેક સમસ્યાઓ ચાલી રહેલી છે. એ બાબતે પ્રદેશની જનતા ને ધરે ધરે જઈને સમસ્યાઓ બાબતે અવગત કરવાનું અને આમ જનતાના જે અધિકારો ધીરે ધીરે છિનવાય રહયાં છે એ માટે જનતાને પોતાના હક અધિકાર બચાવવા અને લડત લડવા માટે તૈયાર કરવા તેમજ આવતા દિવસમાં મોટું જન આંદોલન માટે તૈયાર કરવાનું છે.
જો આજ રીતે દરેક આદિવાસી લીડરો કોઈપણ અંગત સ્વાર્થ વગર જનતાના હિત પ્રાણ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને સંવિધાનના અધિકારોની સમજ લઈને ગામડે ગામડે પદયાત્રા કરશે તો લોક જાગૃતિ આવવામાં વાર નહિ લાગે અને આદિવાસી સમાજ પોતાના હક માટે પોતે લડતો થઈ જશે એમાં બે મત નથી.

