વલસાડ : ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં સુખેરપાડા કેનાલમાં એક અજાણ્યો ૩૦ થી ૩૫ વર્ષનો યુવક તા. ૧૭ એપ્રિલના રોજ સવારે ૭-૩૦ કલાક પહેલા પાણીમાં તણાઈને ડુબી જવાથી મોતને ભેટયો હતો.

Decision News ne મળેલી માહિતી મુજબ જેણે શરીરે આખી બાયની લાલ કલરની ટી શર્ટ પહેરી હતી. જેના પર FRESH START લખ્યું હતું. મૃતક શરીરે મજબૂત બાંધો અને શ્યામ વર્ણ ધરાવે છે.

જેના વાલી વારસોએ વધુ વિગત માટે ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.