નવસારી-વલસાડ: દક્ષિણ ગુજરાતના બંને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારના સમયમાં ખાબકેલા ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદને લઈને ખેડૂતો અને લગ્ન પ્રસંગના પરિવારના લોકો ચિંતાતુર બન્યા હોવાનું જણાવી રહ્યા છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વહેલી સવારે નવસારી જિલ્લાના અનેક તાલુકાઓમાં પવન ના સૂસવાટા સાથે વરસાદ પડ્યો.જોકે વાતાવરણને જોતા એવું લાગતું હતું કે ભારે વરસાદ તૂટી પડશે પણ વરસાદ હાથ તાળી આપી ગયો હતો. જોકે જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ છાંટાઓથી પૂરેપૂરા શહેરના રસ્તાઓ પણ ભીંજાયા ન હતા. નવસારી જિલ્લાના અનેક તાલુકાઓમાં સવારે કમોસમી વરસાદી માવઠું મંડાયું હતું.
આ કમોસમી વરસાદને લઈને કારણે કેરી, ચીકુ, શાકભાજી સાથે અન્ય ખેતીપાકોમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની સંભાવનાથી મોટા નુકશાનની આશંકા ખેડૂતો વ્યકત કરી રહ્યા છે. ખેતીમાં તેમજ સિઝનલ પાકોમાં પણ વ્યાપક નુકશાની ની ભીતિ સેવાઈ રહી છે. લગ્નસરા ની મોસમ ચાલતી હોય જેમાં લગ્ન માંડીને બેઠેલા પરિવારો માટે પણ આ વરસાદના કારણે ચિંતાતુર બન્યા હતા .











