વાંસદા: ગઈકાલની રાત્રે નેશનલ હાઇવે -56 ના વિરોધમાં આપેલ વાંધા અરજીની સુનવણી માટે જતા પહેલા ભારતમાલા, પાર તાપી રિવરલિંક, ઝીંક પ્રોજેકટ ડોસવાડા અને આદિવાસી હિતચિંતકો દ્વારા પીપલખેડ (ચાર રસ્તા)ખાતે જન જાગૃતિ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું
Decision News દ્વારા જ્યારે નેશનલ નેશનલ હાઇવે -56ના અસરગ્રસ્ત રાત્રીસભા મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂત ભાઈઓને બેઠક બાબતે પૂછવામાં આવ્યું તો આદિવાસી સમાજની જળ જંગલ જમીનને નુકશાન કર્તા પ્રોજેક્ટ માટે એક ઇંચ પણ જમીન આપવાના નથી એમ જણાવ્યું હતું. અમે આવનારા દિવસોમાં જમીન સંપાદનને લઈને થનારા નુકસાન બાબતે સરકારનું ધ્યાન દોરવા વિરોધ પ્રદર્શનો કરીશું અને અમારી માંગ રજુ કરીશું.
જ્યાં વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ,રૂઢિ ગ્રામ સભા ના અધ્યક્ષ રમેશ ભાઈ,ડો.નીરવ ભાઈ ખેરગામ,ડો.અનિલ ભાઈ,પીન્ટુ ભાઈ સંઘર્ષ સમિતિ પ્રમુખશ્રી સરપંચશ્રી એસોસિએશન પ્રમુખશ્રી મનીષ ભાઈ,સરપંચશ્રી ઓ તાલુકા પંચાયત સભ્યશ્રી ઓ,નિકુંજભાઈ,દિનેશભાઇ,અને ગામના આગેવાનો હજાર રહ્યા હતા અને
02 મેં 2023 ના રોજ વ્યારા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાવવા આવવા આહવાહન કરવામાં આવ્યું હતું.











