તાપી: ગતરોજ તાપી જીલ્લામાં ચીફ સેક્રેટરી અને કલેકટરે ગૌચર જમીનો પર મામલતદારોને સોંપેલ તપાસ ના સાત વર્ષ છતાં તપાસ ના થઈ હોવાથી રોમેલ સુતરિયા દ્વારા આજરોજ જીલ્લા કલેકટર ને પત્ર પાઠવી અંતિમ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

તેઓએ જણાવ્યુ કે આ ખનન માફિયાઓમાં સરકાર, પ્રશાસન તેમજ કાયદાનો ભય રહેશે તો જ પર્યાવરણ થતું નુકશાન, ગ્રામ્ય જનોની હેરાનગતિ, ભુગર્ભ જળને થતું નુકશાન, નિયમોનું ઉલ્લંઘન અટકાવી શકાશે બાકી જીલ્લા કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારી તાપી જીલ્લામાં ગૌચર જમીનો ચાલતા ખાણકામ બંધ ના કરાવી શકતા હોય તો આ બાબત ખુબ ચિંતાજનક સ્થિતિનો ઈશારો કરી રહી છે. ગૌચર ખાલી કરાવવા ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ની સ્પષ્ટ ગાઈડ લાઈન છે જે મુજબ કોઇ પણ પ્રકારની નોટિસ પણ પાઠવવાની રહેતી નથી અને ગૌચર જમીનો પરના દબાણો હટાવવામાં આવી શકે છે. જો આમ ના થાય તો પછી ગરીબ આદિવાસીઓ ની જમીનો રોડના નામે છીનવવા પોલીસ પ્રશાસનનું જોર વાપરી શકાય પણ ખનન માફિયાઓ સામે સાત સાત વર્ષ સુધી તપાસ ના થાય તો તાપી જીલ્લામાં રાજ કોનું કાયદાનું કે લુટારાઓ નું તે એક ગંભીર પ્રશ્ન છે ?

રોમેલ સુતરિયા હવે જીલ્લા કલેક્ટર ગૌચર જમીનમાં ચાલતા ખાણકામ બંદ કરાવી આપશે તેવી આશા છે બાકી ન્યાય તંત્રના દરવાજા છે લૂંટારાઓ જીલ્લામાં ગમે તેટલા અધિકારીઓને ખરીદી શકે છે પણ હવે તેમને હાઈકોર્ટમાં દોડાવી દોડાવીને પણ ગૌચર ખાલી કરાવીશું. નિયમો નેવે મુકી કાયદો વ્યવસ્થા ના ડર વગર ગેરકાયદેસર ખનન કરતા ખનન માફિયાઓ સામે રોમેલ સુતરિયાએ બાયો ચડાવી હતી.