ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એમ.એડ કોલેજ તેમજ નવસારી જિલ્લામાં ગરીબ બાળકો માટે સેન્ટ્રલ બોર્ડની રેસીડેન્સીઅલ સ્કૂલ બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં જ એક જ એમ.એડ કોલેજ હોવાથી દક્ષિણ ગુજરાતના મોટેભાગના વિદ્યાર્થીઓએ ન છૂટકે ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્ર તરફ અભ્યાસ અર્થે જવું પડતું હોય છે અને એના લીધે ભણતરમા હાલાકી ભોગવવી પડતી હોય છે. આ બાબતની રજૂઆત હાલમાં જ ખેરગામના પીએચ.ડી.થયેલ ડો.ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ કરાઈ હતી. જેને લઈને ડ્રાફટિંગ કરીને એમ.એડ. કોલેજ અને નવસારી જિલ્લામા સેન્ટ્રલ બોર્ડની રેસીડેન્સીઅલ સ્કૂલના અભાવે ગરીબ બાળકોના ગુણવતાયુક્ત શિક્ષણને ખરાબ અસર થતી હોવાની મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે.
આ રજુવાત પ્રસંગે ખેરગામ તાલુકા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો ડો.કૃણાલ પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ પટેલ, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, કાર્તિક, પથિક, જીગર, ભાવેશ, ભાવિન, જીતેન્દ્ર, મયુર સહિતનાઓના હસ્તે મામલતદાર ખેરગામ મારફતે કરાવડાવી હતી.











