વલસાડ: વલસાડના અબ્રામા રાજન નગર ખાતે રહેતી ૨૧ વર્ષીય હિનલબેન દિનેશભાઈ પટેલ તા. ૨૬ એપ્રિલના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે પોતાના ઘરેથી મોટા સુરવાડા સ્કુલ ફળિયા ખાતે રહેતા તેમના મામા રાજેશભાઈ રમણભાઈ પટેલના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા જે આજદિન સુધી પરત આવ્યા નથી.
Decision News ને મળેલી માહિતી મુજબ હિનલે કથ્થઈ કલરની સ્લેવલેસ બાંયની કુર્તિ અને વ્હાઈટ લેગિન્સ પહેરેલી છે. જે શરીરે પાતળો બાંધો, ઘઉંવર્ણ, અને ઉંચાઈ ૫ ફૂટ ધરાવે છે. તેમણે જમણાં હથમાં રંગબેરંગી દોરો બાંધેલો છે. જેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે તથા બોલે છે.
ગુમ થનાર હિનલ પટેલની કોઈને ખબર લાગે તો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.











