ઉચ્છલ: ગતરોજ ઉચ્છલ તાલુકાના યુવા કોંગ્રેસના આગેવાન સ્વં. રણજિતભાઈ મહેશભાઈ ગામીતના (RJ) શ્રદ્ધાંજલિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 60 જેટલાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ રક્તદાન શિબિરનું આયોજન જિલ્લા યુવા કોંગ્રેસ, YG ગ્રુપ અને નુરાબાદ ગામના યુવાનો દ્વારા યુવા કોંગ્રેસના આગેવાન સ્વં. રણજિતભાઈ મહેશભાઈ ગામીતના શ્રદ્ધાંજલિ નિમિત્તે શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 60 જેટલાં રક્તદાતાઓએ લઇ આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે રક્તદાન શિબિરમાં ધારાસભ્ય ડૉ.તુષારભાઈ ચૌધરી, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી તેજશભાઈ ચૌધરી, સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુબભાઈ ગામીત, ઉચ્છલ APMC ચેરમેન સમીર વસાવા, ગુજરાત યુવક કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જિમ્મી ગામીત, અપક્ષ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ,તાપી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વિરલભાઈ વસાવા અને નિઝર વિધાનસભા પ્રમુખ મધુરભાઈ ગામીત ઉપસ્થિત રહ્યાં હતા.