નવસારી: ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવસારીમાં આજે વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં લુંસીકુઈ ખાતે 125 જેટલી આધુનિક બસોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહી 125 અલગ અલગ બસોને લીલી ઝંડી બતાવી હતી.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સંસદ સી. આર.પાટીલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાની લકઝરિયશ કાર છોડીને નવસારી થી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ બસમાં સવાર થયા હતા. લાંબા સમય બાદ તેઓ બસની મુસાફરી કરતાં લોકોને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અપનાવવા હાકલ કરી હતી.

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા પેસેન્જરની સેવામાં કુલ 900 આધુનિક બસોનું લોકાર્પણ રાજ્યના અલગ અલગ વિભાગીય સેન્ટર પરથી કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજે નવસારી બસ ડેપોથી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી અને સાંસદ સી.આર.પાટીલ 125 બસને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.