વલસાડ: ગતરોજ વલસાડના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ ધરમપુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વલસાડ જિલ્લા સચિવ કમલેશ એસ ગુરવની આગેવાનીમાં CPI ml પાર્ટી દ્વારા વલસાડ કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ 12 એપ્રિલ 2023ના રોજ કપરાડા તાલુકામા પુર્વ પાર્ટીના વલસાડ જિલ્લા સચિવ કો.લક્ષ્મણ વાડિયા બીજી સ્મુર્તિ દિવસ ઉજવણી કરવા તેમજ આદિવાસી ભાઈ બહેનની સમસ્યાઓના ઉકેલ લાવવા એક રેલીનુ આયોજન કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે કપરાડા પોલિસ અને કપરાડા મામલતદાર સાહેબ દ્વારા રેલીમાં લાઉડ સ્પીકર વગાડવાની પણ પરમિશન આપેલ તેમ છતાં પણ સબ ડીવિઝનલ સાહેબએ તાત્કાલિક જવાબ આપી ને કહેલ કે ધરમપુર પોલિસ રેલી કાઢવાની મજુરી ના આપે એમ કહી રેલી કાઢવાની મજુરી આપી નહતી ત્યારે અમારો સવાલ માત્ર એટલો જ છે કે રેલી તો કપરાડા કાઢવાની હતી તેમા ધરમપુર પોલિસ કેમ ના પડે ? આ ભારતના બંધારણના અધિકાર પર તરાપ મારી આદિવાસીઓ અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે એમ માની આ ફરિયાદની પહેલ કરાઈ હતી.

આજ રોજ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ ધરમપુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વલસાડ જિલ્લા સચિવ કૉ.કમલેશ એસ ગુરવ. ધરમપુર તાલુકા સચિવ કૉ. આનદભાઈ ડી.બારાત ઉમરગામ તાલુકા સચિવ કો.હરેશભાઈ આર. વારલી આદિવાસી સંઘર્ષ મોરચા કપરાડા તાલુકા પ્રમુખ રાજુભાઈ બી.વરઠા આદિવાસી સંઘર્ષ મોરચા ઉમરગામ તાલુકા પ્રમુખ મોહનભાઈ કોહકેરિયા R.Y.A ઉમરગામ પ્રમુખ પ્રવિણભાઈ તેમજ કૉ.રમણ વરઠા,કૉ.કિશન દરવડે તેમજ અન્ય બીજા સાથી કલેકટર સાહેબને ફરિયાદ આપવા માટે હાજર રહ્યા હતા.