વઘઈ: આજરોજ સવારના સમયે વઘઈ કિલાદ નદીના પાણીમાંથી તાજા જાણકારી અનુસાર વાંસદા ખડકાળાના હોમગાર્ડને બાંધેલી અને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યાનો કિસ્સો સામે આવતાં સમગ્ર પંથકના લોકોમાં તર્ક-વિતર્કનો દોર શરુ થયો છે.
જુઓ વિડીયો..
Decision News ને મળેલી વિગતો મુજબ વઘઈ કિલાદ નદીના પાણીમાં વાંસદાના ખડકાળા ગામના હોમગાર્ડ બાંધેલી અને બેભાન હાલતમાં હતો અચાનક લોકોની નજર જતા તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના શ્વાસોશ્વાસ ચાલુ હોવાના કારણે તાત્કાલિક ધોરણે વઘઈ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો એમ સ્થાનિક લોકોનું કહેવું છે. હાલમાં તે ભાનમાં આવ્યો છે અને સારવાર હેઠળ છે. તે વાંસદા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની ડ્યુટી કરે છે તેની નામ મનુભાઈ પટેલ છે.
આ ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે કે વાંસદા ખડકાળાનો હોમગાર્ડ વઘઈ શું કરવા ગયો ? તેને કોણે બાંધીને નદીમાં પાણીમાં ફેકી દીધો ? તેણે કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો ? તેને માર કોને માર્યો ? વગેરે.. હાલ આ હોમગાર્ડ ભાનમાં આવીને આ સમગ્ર ઘટનાનું સત્ય જણાવશે તેની રાહ જોવાઈ રહી છે.











