ધરમપુર: આજરોજ ધરમપુરમાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના આશરે 700 થી વધારે વિધાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ નથી તે મુદ્દાને લઈને કોલેજમાં ધરણા પ્રદર્શન કરીને શિક્ષણ સિસ્ટમ સામે વિરોધ નોધાવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરમાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના આશરે 700 થી વધારે વિધાર્થીઓ ની સ્કોલરશીપ જમા થઈ નથી તે મુદ્દાને લઈને અગાઉ 10/04/2023 ના રોજ વિધાર્થીઓ દ્વારા આદિજાતિ કમિશ્નરશ્રીને પણ રજુઆત પણ કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી ન્યાય ન મળતા વિધાર્થીઓએ નાસીપાસ થઈને ધરમપુર કોલેજ ખાતે ધરણાં પ્રદર્શન કરી ધરમપુર પ્રાંત શ્રીને લેખિતમાં જાણ કરી હતી.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો 3 દિવસ ની અંદર સ્કોલરશીપ જમા ન થાય તો આવનાર 01 મેં 2023 ના રોજ અમે મામલતદાર કચેરી ધરમપુર ખાતે ભુખ હડતાળ પર બેસવાના છે અને અમને જે કઈ પણ થશે એની જવાબદારી અમે તંત્રના માથે નાખીશું. વિદ્યાર્થીઓના આ પહેલને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.











