સુરત: હમણાં સુરતમાં કતારગામ અલકાપુરીમાં એક સરસ મજાના ઑવરબ્રિજનું નિર્માણ કરવામાં આવેલું અને તે બ્રિજને સરસ મજાના ચિત્રામણ કરી અને તેની સજાવામાં આવ્યો હતો. આમ તો આ ચિત્રો જે છે તે વારલી ચિત્રોને મેચ થતા આવે એવી રીતે દર્શાવવામાં આવ્યા છે પણ આ પુલ પર જે પણ ચિત્રો દોરવામાં આવેલા છે તે વારલી ચિત્રો નથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

માનવ અધિકાર કાર્યકર્તા અને અર્ધનારી પાયલ રાઠવા Decision News ને જણાવે છે ઑવરબ્રિજ જે ચિત્રામણ કરવામાં આવ્યું છે તેને વારલી પેન્ટિંગ છે એવી જાહેરાત કરાઈ છે તે બિલકુલ ખોટી છે. સામાન્ય રીતે વારલી ચિત્રોમાં ગોળ ત્રિકોણ ચંદ્ર તેમજ ઝાડ અને પહાડો અને સીધી લીટીના આકારનો ઉપયોગ કરીને તેને ચિત્ર બનાવવામાં આવતા હોય છે અને વારલી ચિત્રો દ્વારા ગ્રામ્ય જીવન સંસ્કૃતિ તેમ જ અલગ અલગ થીમ પર તે ક્ષેત્રોનું કામ કરવામાં આવતું હોય છે એક સંદેશો આપવામાં આવતો હોય છે

તેમણે વધુમાં જણાવ્યું કે ઓવર બ્રિજ પર ચિત્રોના બેગ્રાઉન્ડને મળતો આવતો કલર અને ચિત્રમાં થતો કલર સફેદ કલર દ્વારા આ બ્રિજ પર સરસ મજાનું ચિત્રામણ કરવામાં આવ્યું છે હા એક એક જગ્યા પર વારલી ચિત્રના ઈમોજી મૂકવામાં આવ્યા છે પણ આખા પુલ પર વારલી ચિત્રો નથી દોરવામાં આવ્યા આમ તો આ ચિત્ર પર અને બેગ્રાઉન્ડ પર વારલી ક્ષેત્રોના બેગ્રાઉન્ડ અને તેના ચિત્ર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના હિસાબે આપણે સૌ એવું માનીએ છીએ કે આ પુલ પર ખરેખર વારલી ચિત્રો જ બનાવવામાં આવ્યા છે પણ આ વારલી ચિત્રો નથી જેની આપ સર્વે લોકોએ નોંધ લેવી

આપણા આદિવાસી સમુદાયના ચિત્રકારો તેમજ સામાજિક કાર્યકરો અને લેખકોએ આ વાત પર ધ્યાન આપવું જોશે કે આપણી ભાષા બોલે તેમ જ એની સાથે તો છેડા ઘણા બધા થઈ રહ્યા છે પણ આપણી ચિત્રકલા ઉપર પણ હવે બહુ મોટા છેડા થઈ રહ્યા છે હું ઈચ્છો છું કે આ ચિત્રકળાની સાથે આપણી વારલી ચિત્રકલાને સાથે જોડીને તેની ચિત્રકલાનું કંઈક અલગ ઇતિહાસ બતાવા માટેનો પ્રયત્ન કરવામાં આવી જતો હોય એવું મને દેખાય છે હું એક ચિત્રકાર હોવાના સાથે અને આ વિષય પર મેં જે ભણતર લીધું છે તેના સાથે મને ખબર છે કે આ ચિત્રો આની સાથે સરખાવી શકાય એમ નથી