નવસારી: વિજલપોરના આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ મુકેશભાઈ જાગતાપને ગઈકાલે બપોરે ત્રણ વાગે કાગડીવાડ પાસે કેટલાક યુવાનોએ બોલાવી ગાળ ગલોચ કરી લોખંડના ફટકા વડે તેના પગ પર પ્રાણ ઘાતક પ્રહાર કર્યાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે ઘાયલ ગોપાલને તેના મિત્રએ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા હાલમાં તે સારવાર હેઠળ છે. હુમલાખોર સિદ્ધુ થોરાટ, આકાશ આમરે અને યુર ઉર્ફે કોક્રોચ નામના ત્રણ યુવાનો વિરુદ્ધ ગોપાલના પિતાએ નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. ફરિયાદના આધારે LCB એ ભાગેડુ ત્રણેય આરોપીને સુરત આઝાદ નગર થી પકડી લીધા હતા

હાલમાં પ્રાથમિક તારણ રૂપે આ સમગ્ર મારામારીનો મામલો જૂની અંગત અદાવતમાં થયો હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ગોપાલ જગતાપ ત્રણેય આરોપીનો જૂનો મિત્ર છે. ગોપાલ જગતાપએ ભૂતકાળમાં ત્રણેય આરોપીઓને પોલીસના હાથે પકડાવ્યા હોવાની શંકા ને આધારે ગઈકાલે ગોપાલને કાગડીવાદ વિસ્તારમાં બોલાવીને માર મારી તેનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી પોતે ભાઈ હોવાનો અને પોતાનો બદલો પૂર્ણ કર્યા હતો.