ખેરગામ: નવસારીના આદિવાસી વિસ્તારોમાં અકસ્માતની ઘટના એક પછી એક બની રહી છે ત્યારે ગતરોજ ખેરગામ આછવણી ગામેથી પાણીખડક રસ્તા પર પણંજ ગામના માજી સરપંચનો એક જીવલેણ અકસ્માતની ઘટના ઘટિત થવા પામી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ખેરગામના પણંજ ગામના મોટી કોલવડ ફળિયામાં રહેતા માજી સરપંચ અંબુભાઈ જીવણભાઈ પટેલ તેમની પત્ની જોડે બાઇક પર રાત્રે 10 વાગ્યાના સમયે આછવણી ગામેથી ખેરગામ પાણીખડક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આછવણી ગામના રાજપૂત ફળિયા પાસે પેટ્રોલ પંપની સામે પુર ઝડપે બાઇક લઈને આવતાં દીપેશ પટેલે અંબુભાઈની બાઇક સાથે અડફેટે લીધા હતા. અને અબુંભાઈ અને પત્ની રસ્તા પર પટકાયા હતા. આ અકસ્માતમાં બંનેને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ સારવાર બાદ અંબુભાઈનું મોત થયું હતું.
અંબુભાઈના પુત્રએ આ અકસ્માતને લઈને ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર કેસની તપાસ PSI જયદીપસિંહ ચાવડાના હાથે થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.

