ઝઘડિયા: વહેતી નર્મદા નદીમાં લાંબા સમયથી મગરોના હુમલાને લઈને વધ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે વધુ એક ઝઘડિયા તાલુકામાં નર્મદામાં નહાવા પડેલાં 39 વર્ષીય ઇસમને બપોરના સમય મગર ઊંડા પાણીમાં ખેચી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ઝઘડિયા તાલુકાના અવિધા ગામના ડેરા ફળિયામાં રહેતા 39 વર્ષીય દિપક રામજીભાઇ વસાવા બપોરના સમયે નર્મદા કિનારે ઘાસચારો લેવા ગયો હતો. ગરમીને કારણે દિપક નર્મદા નદીમાં નહાવા પડયો હતો તેવામાં અચાનક આવી ચઢેલ મગરે દિપકનો પગ પકડી લીધો હતો. મગરની પકડમાંથી છુટવા દિપક ખુબ મથ્યો પણ મગરના પંજામાંથી છૂટી શક્યો ન હતો. અને મગર દિપકને ઉંડા પાણીમાં ખેંચી ગયાનું કહેવામાં આવી રહ્યું છે.

હાલમાં ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર તેની કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું હતું. અને ફાયર ફાયટરોની ટીમ બોલાવી નદીમાં શોધખોળ કરતા મૃતક યુવકની લાશ બહાર કઢાઈ હતી.