કપરાડા: ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં થયેલા પેપર લીકકાંડ, ડમી ભરતીકાંડ, ડમી પ્રમાણપત્રો, જેવાં કૌભાંડોને પુરાવા સાથે બહાર લાવનારા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહને ષડયંત્રમાં ફસાવીને જેલમાં ધકેલવામાં આવ્યા છે જેને લઈને વલસાડના AAPના હોદ્દેદારોએ આવેદનપત્ર પાઠવ્યું છે.
AAP વલસાડ પ્રમુખ જયેન્દ્ર ગાવિત કહ્યું કે રાજ્ય સરકાર યુવરાજસિંહ ઉપર ખોટા કેસો કરી તેને ફસાવવામાં આવ્યા છે માટે તેમના પર લગાવેલા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે એવી મારી માંગ છે. જો સરકાર અમારી માંગ નહિ સંતોષે તો આવનારા દિવસોમાં અમે વલસાડના વહીવટીતંત્રએ વિચાર્યું ન હશે એવું આંદોલન કરીશું.
યુવરાજસિંહની ધરપકડને લઈને અપાયેલા આવેદનપત્ર વેળાએ આમ આદમી પાર્ટી વલસાડના લોકસભા ઇન્ચાર્જશ્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ ગાવિત અન્ય હોદેદારો સાથે કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહ્યા હતા.

