ચીખલી: સાઉથ ગુજરાત પોસ્ટલ પ્રીમિયર લીગ સીઝન 1 નું આયોજન કૂકરી PHC ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુપ્રિટેન્ડેન્ટ નવસારી પોસ્ટલ ડિવિઝનના સાથ સહકારથી ભાવેશ પટેલ, હિરેન પટેલ, વિનોદ આહીર અને કૃણાલ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
Decision News ને મળેલી માહિતી મુજબ પ્રીમિયર લીગમાં અલગ અલગ ડિવિઝન ટીમ વાપી, વલસાડ, ધરમપુર, બારડોલી, ચીખલી, વાંસદા, નવસારી, ભરૂચ મળી ટોટલ 10 ટીમ વચ્ચે ભારે રોમાંચક મુકાબલો યોજાયો. જેમાં ફાઇનલ મેચ વલસાડ અને ચીખલી વચ્ચે રમાઈ જેમાં ચીખલી ટીમ વિજેતા બની હતી. બેસ્ટ બોલર તરીકે ચીખલી ટીમના નિર્મલ પટેલ .મેન ઓફ ધી સિરીઝ અને બેસ્ટ બેટ્સમેન તરીકે વલસાડ ટીમના યોગીન પરમાર રહ્યા હતા.
પ્રીમિયર લીગની વિજેતા ટીમને ટ્રોફી શ્રી આર. જે. પટેલ એ.એસ.પી. વલસાડના હસ્તે અને શ્રી ચેતન પટેલ એ.સેસ.પી. નવસારીના હસ્તે ઉપવિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

