ધરમપુર:વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે’ ના ઉદ્દેશ સાથે ધરમપુર તાલુકામાં વાંચનને વેગ આપવા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત-તાપીએ પુસ્તક પરબ કાર્યક્રમની શરૂઆત કરી છે.

Decision News ને પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર સ્થિત લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલયના આંગણામાં શરૂ થયેલાં કાર્યક્રમમાં દર સોમવારે ધરમપુરના નગરજનો માટે પુસ્તક વાંચવા તથા વાંચી પરત આપવા માટે એક કલાકની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પુસ્તક પરબમાં વિવિધ લેખકોના જુદા જુદા વિષયો પર આધારિત પુસ્તકોની પ્રદર્શનની કરવામાં આવશે. આ પુસ્તક વાંચકોને વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવશે.

લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા અને પુસ્તક પરબના સંચાલક દિલીપભાઈ ગવળી જણાવે છે કે તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રમાં પુસ્તકો સૌથી મોખરે આવે છે. જ આજની જે ન્યુ જનરેશન એ પુસ્તકોના સાચા મહત્વને સમજતી થાય. તથા વોટ્સઅપ કે અન્ય સોશ્યલ મીડિયા છોડી સારા પુસ્તકોના વાંચન તરફ વળે એવા હેતુસર આ પ્રયાસ હાથ ધર્યો છે. અને આ પુસ્તક પરબમાં પુસ્તકો વાંચકોને વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવશે.