દક્ષિણ ગુજરાત: ગતરોજ ગુજરાત ભરમાં 5 વર્ષ બાદ ધોરણ 6થી 8ના વિવિધ વિષયોમાં શિક્ષક તરીકે એલિજિબલ થવા માટે TET-2 પરીક્ષા અલગ અલગ કેન્દ્રો પર લેવાઈ હતી. જેમાં 2.5 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી હોવાના આંકડાઓ મળી રહ્યા છે
Decision News દ્વારા પરીક્ષા આપવા ગયેલા વાંસદા તાલુકાના અલગ અલગ ગામના વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં તેમનું કહેવું છે કે TET-2ની પરીક્ષાનુ પેપર સરળ લાગ્યું. જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય તેવાને આ પેપર સહેલું લાગ્યું પણ મહેનત ન કરી માત્ર પરીક્ષા આપવા જ આવ્યા હશે એ વિદ્યાર્થીઓ માટે પેપર અઘરું લાગ્યું હોય હશે. આ ઉપરાંત અમને અગાઉ પેપર લીક થવાની જે ઘટનાઓ બની હતી તેનો ડર હતો કે TET-2ની પરીક્ષા પણ આવી બનશે પણ તટસ્થ રીતે પરીક્ષા થતાં મનને શાંતિ મળી છે.
વિધાર્થીઓનું કહેવું હતું કે પરીક્ષાનો સમયગાળો 3 થી 5 હતો જેના લઈને ઘણાં વિદ્યાર્થીઓએ ગરમીના કારણે હેરાન થવું પડ્યું હતું. વાંસદા ખાટાઆંબા ગામનો એક વિધાર્થી જણાવે છે કે અમે જ્યાં પરીક્ષા આપવા ગયા હતા ત્યાં તો પીવાના પાણીની સુવિધા પણ કરાઈ ન હતી. જ્યારે વાંસદાના લાછકડી ગામની વિદ્યાર્થીની જણાવે છે કે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં ભવિષ્યમાં યોજાનાર પરીક્ષા નજીકના સેન્ટર યોજાઈ એવી વ્યવસ્થા ઉભી કરે એવી અમારી માંગ છે.

