પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

પારડી: આત્મહત્યાના કિસ્સા ઓછા થવાનું નામ નથી લઇ રહ્યા ત્યાં બે દિવસ પહેલા વધુ એક પારડીમાં 19 વર્ષીય યુવતી હેલીબેન રાજેશભાઈ પટેલે સાંજના છેડે ફિનાઇલ પી ને આત્મહત્યા કરવાની કોશિશ કાર્યનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે પારડીની 19 વર્ષીય યુવતી હેલીબેન રાજેશભાઈ પટેલ દ્વારા શુક્રવારની સાંજના સમયે ફિનાઇલ પી ને આત્મહત્યા કરવની કોશિશ કરાઈ હતી. પોતાની પુત્રીએ ફિનાઈલ પીધાની જાણ માતા મનીષાબેનને થઇ જતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં તેને બચાવી લેવાઈ છે.

આ કિસ્સાને લઈને યુવતીના પિતા દ્વારા પારડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાથમિક ધોરણે પ્રેમમાં નિષ્ફળતાને મળી હોવાથી ફિનાઈલ પીધા હોવાનું જણાયું છે. પણ હજુ સ્પષ્ટ જાણકારી મળી નથી. પોલીસ તપાસમાં સત્ય બહાર આવશે એવું યુવાતિયન ઓળખીતા લોકો જણાવી રહ્યા છે.