વાંસદા: આજરોજ રાણી ફળીયા ગામમાંથી નેશનલ હાઈવે નંબર-56 ચાર માર્ગીય દાહોદ બોડેલી વાપી રસ્તો બાયપાસ બનાવવામાં આવનાર છે તેમાં જે ગામના જે સર્વે નંબરોની રસ્તામાં જમીન સંપાદનને થનાર છે તેને લઈને આજે ગામના સરપંચ દ્વારા ગ્રામ પંચાયતથી લઈને વાંસદા પ્રાંત કચેરી સુધી રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

ગામના સરપંચ બાબુભાઈનું કહેવું હતું કે નેશનલ હાઈવે નંબર 56 રસ્તો બાયપાસ રાણી ફળિયામાંથી કરવામાં આવે તો અમારા રાણી ફળિયા ગામમાં ત્રણ ભાગ થઈ  જશે અને રાણી ફળીયા ગામ વેર વિખેર થઈ જશે. રાણી ફળિયામાં રસ્તો બનવાથી ગ્રામજનો અને અમારા ખેડૂત ખાતેદાર ખેડૂત તરેકે મટી જશે. ખેત મજૂરો ઘરબાર વગરના થઈ જશે વિસ્થાપિત થશે. રાણી ફળિયા ગામના લોકોને પારાવાર નુકસાન ભોગવવું પડશે. માટે અમે આજે 42 જેટલા વાંધા અને આવેદનપત્ર આપવાના છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અમારા રાણી ફળિયા ગામમાંથી હાલે બાયપાસ ‘શામળાજી નેશનલ હાઈવે પસાર થાય છે એ જ રસ્તાને આજુ બાજુ પહોળો કરી ડેવલોપ કરવામાં આવે તેમાં અમને કોઈ વાંધો નથી અને જો દાહોદ બોડેલી વાપી હાઈવે બને તો હનુમાનબારી અને રાણી ફળિયાને જોડતો ઓવર બ્રિજ બનાવવામાં એવી અમારી માંગણી છે.’ જો અમારી માંગણી સંતોષમાં નહિ આવે તો આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન ચાલુ રહેશે. આજે અપાયેલા આ આવેદનપત્ર પરથી એવું કહી શકાય કે નેશનલ હાઈવેની લડતમાં પોતાના ગામના અસ્તિત્વને બચાવવા લડાઈ રહી છે. નેશનલ હાઈવેના પ્રોજેક્ટને નાબુદ કરવા નહિ. હવે આવનારા સમયમાં જોવું એ રહ્યું કે અન્ય ગામોની નેશનલ હાઈવેના પ્રોજેક્ટને લઈને શું રણનીતિ રહે છે.