નાંદુરી: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરાનગર હવેલીમાં પ્રથમ વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી (સપ્તશૃંગીગઢ) તા. કલવણ જી. નાશિક ખાતે તા.23 અને 24 એપ્રિલ-2023 ના રોજ યોજાશે.
જેના ભાગરૂપે ગુજરાતમાં પાંચ જિલ્લા-ડાંગ, તાપી (વ્યારા), વલસાડ, નવસારી અને સુરતમાં વસતા કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજમાં રાષ્ટ્રીય મહાસંમેલનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં અને ત્યાં જવા માટે નવ-યુવાનો, વડીલો અને સંગઠન, શૈક્ષણિક, સામાજીક ધાર્મિક વિચરોનું આદાન-પ્રદાન થનાર હોય ત્યાં જવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી (ડાંગ) સમાજના દક્ષિણ ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં વહેચાયેલા છે. જેમાં ભાષા-બોલી, રીત-રીવાજોમાં ક્યાંક બદલાવ હોય પરંતુ બોલીનો લય, એક જ છે. જેના પરિણામે તા.23-24 એપ્રિલ-2023માં થનાર રાષ્ટ્રીય મહાસંમેલનનો ઉદેશ્યો, સમાજની સંસ્કૃતિ, રીત-રીવાજો રૂઢિ-પરંપરાઓ વાજા-વાજીત્રો, દેવી-દેવતાની પુજા કે વિધિમાં જે સમાજને બંધારણીય હક્ક અને અધિકાર આપેલા છે. તેમા નવ યુવાનો દ્વારા સંસ્કૃતિનો વારસો જણવવા અને નવી પેઢીને આ પરંપરાઓ આજના અધુનિક જમાનામાં જાળવી રાખવા એક પ્લેટફોર્મ ઉપર (મંચ) કુલ 250 થી વધુ કુળ/અટકો ધરાવતા સમજના મોટી અને શિક્ષિત બુધ્ધિજીવી લોકો સાથે વૈચારીક એકતા અને રાષ્ટ્રીય મહાસંમેલન ભાગ લેવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં સમાજની વિવિધ રૂઢિગત પરંપરા, મૌખિક પરંપરા દેવી-દેવતા તેમજ વિવિધ સમસ્યા જેવી કે ધાર્મિક, આર્થિક, સામાજિક શૈક્ષણિક બાબતોના પ્રશ્નો બાબતે
આ સંમેલનમાં ચર્ચા થનાર હોય તેમજ વિવિધ પ્રકૃતિના સાનિધ્યમાં કરવા માટે તેમજ જાળવવા એક મંચ ઉપર ભેગા થનાર હોય. જે નવયુવાનોને એક નવી દિશા અને પ્રકૃતિનું સંરક્ષણ સવર્ધન જાળવવા નાદુરી(સપ્તશૃંગી ગઢ) ના સાનિધ્યમાં થઈ રહ્યો છે. જેમાં ઘણી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય મહાસંમેલનની પૂર્વ-તૈયારીઓને ભાગરૂપે નાંદુરી ખાતે મંડપની, બેઠક વ્યવસ્થાની તેમજ જમવાની વ્યવસ્થા માટે વિવિધ રાજ્યોમાંથી કેન્દ્રીય કોર સમિતિ અધ્યક્ષ શ્રી રામ ચૌરે તેમજ સંમેલનના અધ્યક્ષ શ્રી અશોક બાગુલ અને કોર સમિતિના સભ્યો શ્રી બાબુભાઈ ગાગુડા શ્રીકાંતિભાઈ કુનબી, શ્રી જે.બી. પવાર, શ્રી ઇશ્વરભાઈ માળી, શ્રી રીતેશભાઈ તેમજ શ્રીગામજુભાઈ ચૌધરીએ કાર્યક્રમની રૂપરેખા આપી, કાર્યક્રમનું સંચાલન તેમજ વિવિધ કામગીરી માટે વહેંચણી કરી સ્વયંસેવકોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિવિધ ખાના-ખજાના સ્ટોલ, પુસ્તકોનું પ્રદર્શન પણ લોકોને જાણવા અને સાહિત્ય/પુસ્તકો વેચાણ માટે કાર્યક્રમમાં રાખવામાં આવ્યો છે.