વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં નેશનલ હાઈવેને લઈને થનાર જમીન સંપાદનના વિરોધમાં ખેડૂત ખાતેદાર ખેડૂતો વચ્ચે પોતાની ફળદ્રુપ જમીન કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા-વિચારણા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે નેશનલ હાઇવેના નિર્માણ દરમિયાન ખેડૂતોની ફળદ્રુપ જમીનનું સંપાદન થનાર છે. અને તેની કાર્યવાહી હાથ ધરાતાં પીપલખેડના અસરગ્રસ્ત ખેડૂતો ખુબ રોષે ભરાયા છે. આ બેઠકમાં આદિવાસી આગેવાનોએ જમીન સંપાદનને કેવી રીતે અટકાવી શકાય તેના વિષે ખેડૂતો સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે અમે ભલે ગમે તે સંપ્રદાય કે પક્ષમાં હોઈએ પણ જ્યારે સમાજ લોકો પર મુશ્કેલી આવી પડી છે ત્યારે અમે એમની સાથે જ છીએ. અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું કે અમે અમારી જમીન બચવવા છેલ્લાં શ્વાસ સુધી લડત લડીશું.. અમારો જીવ આપશું પણ અમારી જમીન ક્યારેય નહિ આપ્યે એ નક્કી છે.

નાના આદિવાસીઓની ખેતીની જમીન સંપાદન થઈ જશે તો શું હાલ થશે એ ડર થી ખેડૂતો અત્યંત ચિંતિત બન્યા છે સાથે સાથે આ હાઈવે દરમિયાન જનાર જમીનથી પર્યાવરણને નુકસાનને પણ મોટા પ્રમાણમાં નુકશાન થવાની આશંકા જોવાઈ રહી છે.