વ્યારા: વ્યારા તાલુકાના બે ભાઈઓ ઉકાઈ કેનાલમાં નહાવા ગયા હતા ત્યારે નાના ભાઈને પાણીમાં ડૂબતા બચાવવા મોટો ભાઈએ ઝંપલાવ્યું અને તેમાં બંનેના બે દિવસની શોધ પછી બંને ભાઈના મૃતદેહ જુદા જુદા સ્થળેથી મળી આવ્યાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ સુરત ખાતે પિતા સાથે રહેતા કૃણાલ અને આયુષ નામના છોકરાઓ પોતાના વતન વ્યારા તાલુકાના બેડકૂવા દૂર ગામમાં આવ્યા હતા. ત્યારે ગામમાં થઈ વહેતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય કેનાલના પાણીમાં નાહવા પડ્યા અને અચાનક આયુષ ગામીતનો પગ પાણીમાં લપસતા તે કેનાલના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ જોઈ તેનો મોટોભાઈ કૃણાલ તેને બચાવવા માટે કેનાલમાં પડયો પણ કમનસીબે બંને ભાઈઓ કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા.

પાણીમાં ડૂબી ગયેલા બંને ભાઈઓની શોધ કરતાં વ્યારાના ઊંચામાળા ગામ નજીકથી નાના દીકરા આયુષનો મૃતદેહ અને મોટાભાઈ કૃણાલ ગામીતનો મૃતદેહ ધજાંબા વેલઝર ગામ પાસેથી કેનાલના પાણી માંથી મળી આવતાં સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.