નાનાપોઢાં: ગતરોજ નાનાપોઢાં પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો સાથે વાતચીત, ટ્રાફિકની સમસ્યા તથા પોલીસ પેટ્રોલિંગ વાહન ચેકીંગના નામે વાહન ચાલકોને કરાતી હેરાનગતિના મુદ્દાઓ, સ્થાનિક કક્ષાએ RTO કેમ્પનું આયોજન, લોન મેળા, વ્યાજખોરો સામે પગલાં, પોલીસ આવાસ સહિતના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ લોક દરબારમાં  ટ્રાફિકની સમસ્યા તથા પોલીસ પેટ્રોલિંગ વાહન ચેકીંગના નામે વાહન ચાલકોને કરાતી હેરાનગતિના મુદ્દાઓ, સ્થાનિક કક્ષાએ RTO કેમ્પનું આયોજન, લોન મેળા, વ્યાજખોરો સામે પગલાં, ચિટ ફંડ કંપનીઓ સામે કાર્યવાહી ઉપરાત આ પ્રકારની છેતરપીંડીથી સચેત રહેવા અપીલ કરી હતી. લોક દરબારમાં તાલુકા ભાજપ પ્રમુખ રમેશ ગામીતે પોલીસ ચેકીંગ સમયે કામદારોને લઈ જતી ઇકો કાર અને બાઈક પર આવતા કામદારોને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિની રજુઆત કરી હતી.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલ એ બાલચોંડી ચાર રસ્તા નજીક શાળા ખાતે સ્કૂલ પાસે સ્પીડ બ્રેક્રર મૂકવા ભલામણ કરી હતી. લોક દરબારમાં નાનાપોઢાં PSI જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને કપરાડા APMC ચેરમેન મુકેશ પટેલ, વેપારી મંડળ, પ્રમુખ, અનિલ ભાઈ દવે ,સામાજિક આગેવાન ધર્માભાઈ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાજદીપ સિહ ઝાલાએ આગેવાનો અને લોકોની રજૂઆતો સંદર્ભમાં ઘટતું  કર્યું હતું. સાથે વાહન ચાલકો સાથે પોલીસ દ્વારા માનવીય અભિગમ, ચિટ ફંડ કંપનીઓથી સાવચેત રહેવા, પોલીસ હમેશા લોકો સાથે છે તેમ જણાવ્યું હતું.