વાપી: ગતરોજ થી વાપીના એલ્યુર જય રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફ્રી ભોજન સેવાની શરૂઆત કરાઈ હતી. પ્રથમ હોસ્પિટલમાં દર્દીઓને અને જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ આજ રોજ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ  ટ્રસ્ટની બહાર  દરરોજ જે પણ જરૂરિયાતમંદ કે ભૂખ્યા લોકો હશે તેઓને પણ આ ટ્રસ્ટ દ્વારા બહાર ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા સિવાય પણ દિવ્યાંગ બાળકોને શાળામાં જઈ ભોજન વિતરણ કરાય છે. આ વિકલાંગ બાળકોની શાળામાં ટ્રસ્ટ દ્વારા દરરોજ બપોરે આશરે ૧૨૫ વિકલાંગ બાળકોને વિના મૂલ્ય ભોજન પૂરું પાડી સેવાનું કામ થઈ રહ્યું છે.

આ પહેલમાં જોડાવા અને સેવાકીય કાર્યોમાં સાથ સહકાર આપવા માટે મોહન રાયસીંગાની અને અંજલિ રાયસીંગાની દ્વારા  શરૂ કરાયેલી આ  સેવા જ્યાં સુધી એલ્યુર જય રાધે ફાઉન્ડેશન   કાર્યરત રહેશે ત્યાં સુધી જરૂરતમંદોને ભોજન અપાશે.