વાંસદા: ગતરોજ વાંસદા તાલુકામાં ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ APMCની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોને પહેલી વાર ભાજપની ક્લીન સ્વીપ મળ્યો છે. તમામ ૧૬ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા APMC ખાતે સહકારી ખરીદ વેચાણ મત વિભાગની ગણતરી સવારે ૯ વાગ્યાની આસપાસ શરુ કરવામાં આવી હતી. સહકારી ખરીદ વેચાણ મતની ગણતરી શરુ થતાં કુલ ૩૩ના મતદાનમાં ૧૮ મતે ગણપતસિંહ ચૌહાણ અને ૧૭ મતે પટેલ કાંતિભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ખેડૂત વિભાગમાં ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા.અને તમામ ૧૦ સભ્યોએ જીત મેળળતા કોંગ્રેસ બહાર થઇ ગઈ હતી.

આ ચુંટણીમાં મણીલાલભાઈ જીવાભાઈ (ખાટાઆંબા), ગાયકવાડ દેવલુભાઈ સોનુભાઈ (ઘોડમાળ), ગાંગુડા કાંતિભાઈ માધુભાઈ (હોળીપાડા), ઉકળભાઈ ગાંડાભાઈ (હોળીપાડા), દેશમુખ, અમરતભાઈ શંકરભાઈ (કંસારીયા), સુરેશભાઈ ડાયાભાઈ (વાંદરવેલા), સુરેશભાઈ મગનભાઈ (મોટી ભમતી), જગુભાઈ ડાયાભાઈ (વાંદરવેલા), આહિર, ગણપતસિંહ જગુભાઈ ડાયાભાઈ (વાંદરવેલા), સુનિલભાઈ અરવિંદભાઈ (રૂપવેલ), પટેલ, સુમનભાઈ ભગાભાઈ (વાઘાબારી)નો વિજય થયો હતો. આ વર્ષે APMC ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો આગળ રહ્યા હતા. અને સૌ પ્રથમવાર ભાજપને ક્લીન સ્વીપ મળતા ભાજપમાં ખુશીની વાતાવરણ સર્જાયું છે.