ડાંગ: સાપુતારા થી શામગહાનના 10 કિમી સુધીના ઘાટમાં અવાર નવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે ગતરોજ ફરી એક વખત સાપુતારા ઘાટ માર્ગમાં કર્ણાટકથી અમદાવાદ તરફ કેરી લઈને જતી ટ્રકનો અકસ્માત બનવા પામ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ અમદાવાદ તરફ કેરી લઈને જતી ટ્રક સાપુતારા ઘાટ પર બ્રેક ફેલ થઈ જતાં રોડની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને રસ્તા ઉપર જ પલટી મારી ગઈ હતી. નસીબજોગે સંરક્ષણ દિવાલના લીધે ટ્રક ઊંડી ખીણમાં પડતાં પડતાં રહી ગઈ હતી.

એવું કહેવાય રહ્યું છે કે અક્સ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજા થવા પામી હતી. તેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ કેરીના જથ્થો રસ્તા પર વેરવિખેર થઇ જતાં ભારે નુકશાન કરવું પડ્યું હતું.