આહવા: WGWLO  દ્વારા આગાખાન સંસ્થાના ગ્રામ સમર્થન કાર્યક્રમના ભાગરૂપે, ડાંગ જિલ્લાની મહિલાઓમા જમીન માલિકી અને ટકાઉ ખેતીના મુદ્દાઓને લઇ, મહિલા ખેડૂતોમા ખેતી વિશે વધુ જાગૃતિ લાવવા માટે બારીપાડા ગામે જિલ્લા સ્તરીય સંમેલન કાર્યક્રમ ઉજવવામા આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લા સ્તરીય આ કાર્યક્રમમા કુલ ૧૫૭ મહિલા ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમા જમીન માલિકી માટે કાનૂની સહાય કેન્દ્રના શ્રીમતી જયશ્રીબેન, એડવોકેસીના મુદ્દા માટે વકીલ શ્રી મીતેશભાઇ, તેમજ સ્થાનિક મહિલા આગેવાન બહેન દ્વારા જમીન માલિકી કેવી રીતે કરવી તેમના અનુભવોની ચર્ચા કરવામા આવી હતી. આગાખાન સંસ્થાના કર્મચારીઓ દ્વારા જમીન માલિકી અને ટકાઉ ખેતીના મુદ્દાને લઈને ચર્ચા કરવામા આવી હતી. જ્યારે ડાંગ જિલ્લા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજય ભગોરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલ દ્વારા ટકાઉ ખેતી અને પાકૃતિક ખેતી વિશે મહિલા ખેડુતે સાથે ચર્ચા કરવામા આવી હતી. સાથે માર્કેટિંગના મુદ્દાઓ, જૈવિક ખાતરો, દેશી બિયારણ, હાયબ્રિડ બિયારણ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. આ અવસરે મહિલા ખેડુતોને સરકારી યોજનાકીય માહિતી પણ પુરી પાડવામા આવી હતી.

ગુંદવહળ ગામની બહેનોએ ટકાઉ ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત નાટક ક્રાર્યક્રમ દ્વારા રજુ કર્યો હતો. આ સંમગ્ર કાર્યક્રમનુ સંચાલન આગાખાન સંસ્થાના સ્ટાફ દ્વારા કરવામા આવ્યો હતો.