વાંસદા-ખેરગામ: આજરોજ વાંસદા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં પકડાયેલી 30,00,000 રૂપિયાનો વિદેશી દારૂ વાંસદાના મામલતદાર અને ખેરગામ PSI અને વાંસદાના PIની હાજરીમાં ચીખલી તાલુકાના માંડવખડક ગામના બરડા પર દારૂની બોટલ પર રોલર ફરાવી નાશ કરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
જુઓ વિડીયો
માંડવખડક ગામના સરપંચ વલ્લભભાઈ જણાવે છે કે વાંસદા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી વાહનોમાં વિદેશી દારૂ ભરીને ચીખલીના માંડવખડક ગામમાં લાવીને ખાલી કરવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રોલર ફેરવી દીધો હતો. આજે પોલીસે 30,00,000 રૂપિયાનો દારૂનો નાશ કર્યો છે.

