ધરમપુર: સોશ્યલ મીડિયા તમારા જીવનમાં કેવી ઉથલ-પાથલ સર્જી શકે છે તેનો તાજેતરનો દાખલો ધરમપુરમાં એક પ્રેમ જાળમાં ફસાયેલી યુવતી સાથે વિડીયો કોલના લીધે બનેલી ઘટના પરથી આવી શકે છે. આ કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ધરમપૂરમાં રહેતા રાજસ્થાની વર્ધારામ ઉર્ફે વિક્રમ જલારામ સોલંકી નામના યુવકે સોશ્યલ મીડિયાના મધ્યમથી એક યુવતી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને મિત્રતા કેળવી યુવતીનો નંબર લઈને વીડિયો કોલ વડે યુવતીના બિભસ્ત વિડીયો અને ફોટાના સ્ક્રીન શોર્ટ લીધા બાદ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રાજસ્થાની યુવકે 3.75 લાખ રૂપિયા પડાવ્યા હતા પણ યુવકની ડિમાન્ડ વધતા યુવતીએ ધરમપુર પોલીસ મથકે રાજસ્થાની યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.
હાલમાં ધરમપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે રાજસ્થાની યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. ( Decision News દ્વારા આ ઘટનામાં ભોગ બનનારી યુવતીની માનહાનિ ન થાય એવા ઉદ્દેશને લઈને નામ લખવાનું ટાળવામાં આવ્યું છે)

