ડાંગ: સહકાર ગ્રુપ ધાંગડી ડાંગ ખાતે કાંગર્યામાળ ના તમાશા પ્રોગામ આયોજિત કરવામાં આવ્યો જેમાં યુવાનોને શિક્ષણ, સંસ્કૃતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે દુષણોથી દૂર રહેવા તેમજ ‘સંપ ત્યાં જંપ’ ના સૂત્રથી સૌ ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરી શકાય તેવા ઉદ્દેશ સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ ડાંગ ધાંગડી ગામમાં થયેલા તમાસા કાર્યક્રમમાં જેમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના પડકાર પ્રશ્નો જેવા કે વેશન મુક્તિ શૈક્ષણિક આરોગ્ય આદિવાસી સંસ્કૃતિ જેવા વિષયને ધ્યાનમાં લઈને તમાસા નૃત્ય માધ્યમ દ્વારા સંદેશો આપવાવા પ્રયાસ કરેલ છે
આ પ્રસંગે કિશોરભાઈ પટેલ આચાર્યશ્રી રીતેશભાઈ પટેલ આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. યોહાન આંખના નિષ્ણાંત ગામના વડીલો યુવાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમ્રતભાઇ મગનભાઈ મોહન્બી મહેશભાઈ રવીન્દ્રભાઈ પાવલશભાઈ અજયભાઈ અરવિંદભાઈ હરિભાઈ રજની ભાઈ વિપુલભાઈ અંકીતભાઈ મનોજભાઈ જેવા યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

