વલસાડ: ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દીધા બાદ યુવતીને પોલીસનો સપોર્ટ મળ્યો અને પોલીસે યુવક યુવતીને એક કરી સુખી લગ્ન સંસાર તરફની રાહ ચીંધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી 26 વર્ષીય યુવતીના ઈન્સ્ટાગ્રામ પર બે વર્ષ પહેલા પારડી તાલુકાના એક ગામમાં રહેતા અને વાપી GIDCમાં નોકરી કરતા 33 વર્ષીય યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે યુવતીએ સ્વીકારતા બંને વચ્ચે ધીમે ધીમે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાતોના દૌર શરૂ થતા હરવા ફરવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકે હું તારી સાથે જ લગ્ન કરીશ એમ કહી જન્મોજન્માંતરના સંબંધના વચનો આપ્યા હતા. બાદમાં લગ્નની લાલચ આપી તેણીને વાપી અને દમણની હોટલોમાં અનેકવાર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેને પગલે યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવકે કહ્યું કે, તારો અને મારો સમાજ અલગ હોવાથી મારા પરિવારજનો તારી સાથે લગ્ન કરવા માટે ના પાડે છે જેથી હું તને અપનાવી શકુ તેમ નથી કહી લગ્ન કરવા ના પાડી યુવતીને તરછોડી દીધી હતી. જેથી ભોગ બનનાર પીડિતાએ વલસાડ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં યુવક વિરૂધ્ધ અરજી આપી હતી.
જેથી PBSC ની ટીમે સામાપક્ષને સેન્ટર પર બોલાવી તેમની ત્રણ વાર જૂથ મીટિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સામાપક્ષને કાઉન્સિલિંગ કરી સમજાવવામાં આવ્યા હતા. આખરે યુવક અને તેના પરિવારજનો યુવતીને લઈ જવા તૈયાર થતા બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ યુવતીએ દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં બંને પક્ષો શાંતિથી રહે છે. આમ, બંને પીડિતાનું જીવન બચાવવામાં આવ્યું

