ચીખલી: ગતરોજ ચિખલી તાલુકાના ગામોમાં જાણે સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસની પ્રસ્તાવનાની સિઝન ચલી રહી હોય એમ નોગામાં ગામ પંચાયતનો વારો આવ્યો. નોગામા ગામના મહિલા સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયાનું સામે આવ્યું છે.

જુઓ વિડીયો…

નોગામા ગામે બ્લોક નંબર 389 અને 1362 માં આવેલ તળાવને ઊંડું કરવામાટે ગામ પંચાયતે ખાનગી એજન્સી સાથે કરાર કરી NOC આપવામાં આવી હતી. જેમાં આડેધડ માટી ખનન કરતા અને એક તરફ 50,60 ફૂટ ઊંડું ખોદકામ કરતા ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષા એ લેખિતમાં રજુવાતો પણ કરવામાં આવી હતી. જેથી નોગામા ગામના ડેપ્યુટી સરપંચ અને સરપંચ આમ બંને પદાધિકારીઓની ખુરસીનો ભોગ બનીયા.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના નોગામા ગ્રામ પંચાયતમાં મંગળવારના રોજ વિશેષ સભા મળી હતી. જેમાં સરપંચ સરસ્વતી પટેલ વિરૂદ્ધ 10 સભ્યો પૈકી 9 સભ્યોએ મત આપતા સરપંચપદ ગુમાવવાનો વારો આવ્યો હતો. નોગામા ગામ પંચાયતમાં સોમવારે ઉપસરપંચ બાદ મંગળવારે સરપંચે પદ ગુમાવતા ઈતિહાસ રચાયો હતો. ચીખલી તાલુકાના નોગામા ગામે ડિસેમ્બર 2021 માં ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગામના સરપંચપદ સરસ્વતી તેજલભાઈ પટેલે સરપંચનો પદ ભાર સંભાળ્યો હતો. જેમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી છે. દરમિયાન તાલુકા પંચાયતના અધિકારીની હાજરીમાં મંગળવારે ગ્રામ પંચાયતની સભા મળી હતી. જેમાં 10 સભ્યો પૈકી 9 સભ્યોએ સરપંચના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જેને કારણે સરપંચે પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ બે દિવસમાં ઉપસરપંચ બાદ સરપંચે પણ પદ ગુમાવતા ઈતિહાસ રચાયો હતો. ચીખલી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.