ખેરગામ : આજરોજ ખેરગામ તાલુકાના જામનપાડા ગામની ગ્રામ પંચાયતની મંજૂરી વગર ડામર પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યાની ઘટના બહાર આવી છે જેના વિરોધમાં ખેરગામ મામલતદાર શ્રીને રજુઆત કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોના Decision News ને જણાવ્યા પ્રમાણે ગામની ખેતી, ફળદ્રુપ જગ્યાને નુકશાન થઈ રહ્યું હોય, આમાંથી ધૂળ ઉડવાના કારણે બાજુમાં એક સ્કૂલ હોય ત્યાં પણ બાળકો ને તખલીફ પડી રહી હોય ,સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોય આ પ્લાન્ટમાંથી નીકળતું ધૂળના કારણે લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું હોય, ગ્રામ પંચાયત દ્વારા પણ નોટિસ આપવામાં આવી હોય છતાં પણ એ પ્લાન્ટ ચાલુ રહેતા આજ રોજ રજુઆત કરી છે આગામી દિવસોમાં આ પ્લાન્ટની સામે સ્થાનિક લોકો સાથે ધારણ પર બેસવાની ચીમકી આપી હતી
આ મામલદારને આવેદનપત્ર આપવાના પ્રસંગે ધરમપુરના અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ગામના માજી સરપંચશ્રી અમિતભાઇ, સરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા

