નાનાપોઢા : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ તથા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ ગુજરાત(સંલગ્ન) પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ કપરાડા દ્વારા મામલતદારને લેખિતમાં વિધાન સભાની સને 2022માં રજાના દિવસોમાં BLO એ કામગીરી બજાવેલ જે અંગેની મળવા પાત્ર રજાઓની માંગ કરી છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ કપરાડા શૈક્ષિક મહાસંઘ દ્વારા મામલતદારને બી.એલ.ઓ.ની મળવાપાત્ર રજાઓ અંગેની લેખિત પત્રમાં જણાવ્યું છે કે હેડકવાટર્સ પર હાજર રહી ચૂંટણી અંગેની કામગીરી કરનાર બી.એલ.ઓ ને મળવાપાત્ર હક્કની રજા આપવા બાબતની માંગ કરી છે .ચૂંટણી વિધાનસભા સને- 2022 કપરાડા તાલુકામાં બી.એલ.ઓ અને બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકો હેડ ક્વાર્ટર્સ પર હાજર રહી વિધાનસભા સામાન્ય ચૂંટણી સને 2022 ની તમામ કામગીરી આપની કચેરીના આદેશ મુજબ કાર્ય કરેલ છે. તેવા તમામ બી.એલ.ઓ. શ્રી અને બી.એલ.ઓ. સુપરવાઇઝર શ્રીઓના કામગીરી કર્યા અંગેના પ્રમાણપત્ર આપવા અંગે યોગ્ય ઘટતું કરવા લેખિતમાં રજુઆત કરી છે.શિક્ષકો, બી. એલ. ઓ. જણાવે છે કે અન્ય તાલુકા કે જિલ્લાઓમાં બી.એલ.ઓને મળવા પાત્ર ફરજની રજા અંગે હુકમ થયેલ છે તો આપણા તાલુકામાં કેમ નહીં?જેવા પ્રશ્નો સાંધીને કપરાડા શૈક્ષિક મહા સંઘને રજુઆત કરતાં આ સંઘે વહીવટીતંત્રને લેખિતમાં રજુઆત કરી છે.

આ દરમ્યાન કપરાડા પ્રાથમિક શૈક્ષિક મહા સંઘના અધ્યક્ષ રામુભાઈ જે. પટેલ, મહા મંત્રી બાબુભાઈ કે. ચૌધરી અને રાજયકારોબારી સભ્ય હરેશભાઇ એલ. પટેલ, ઉપસ્થિત રહી લેખિત રજુઆત કરી હતી.