વાંસદા: ડોકટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે તેમને લાંછન લગાડતો એક કિસ્સો વાંસદાના રાણી ફળિયા ચાર રસ્તા પાસે ચાની દુકાન પાસે મેડિકલ વેસ્ટેજ ફેંકી જવાનો સામે આવ્યો છે જેને લઈને હાલમાં ચર્ચાનો દોર ગરમ થઇ ગયો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે બસ એક આ જ બાકી હતું જોવાનું.. આવા પ્રકારે જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેકી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા કેટલું યોગ્ય કહેવાય ? રાણી ફળીયામાં ઘણી બધી હોસ્પિટલ આવેલી છે ત્યારે આ પ્રકારની ઘટનાથી બધા ડોકટરોને શંકાના ઘેરામાં લોકો જોઈ રહ્યા છે.
આ બાબતે અમૃત હોસ્પિટલના ડોકટર વિશાલ પટેલ સાથે Decision News એ વાત કરી તો તેમનું કહેવું છે કે મેડીકલ વેસ્ટ આ રીતે ખુલ્લામાં ફેકી જવું એ ખરખર નિંદાને પાત્ર છે. આ ઘટનાના દોષીઓને સજા મળવી જ જોઈએ. આ ઘટના તપાસનો વિષય છે અને અમારી આજે આ મુદ્દા પર રાણી ફળીયામાં આવેલી બધી હોસ્પિટલના ડોકટરો સાથે બેઠક યોજી છે. અને આમ પણ જેણે આ હલકા પ્રકારનું કાર્ય કર્યું છે તેનો ચહેરો CCTVમાં કેદ જરૂર થયો હશે. સત્ય જરૂર બહાર આવશે.

