ધરમપુર: આદિવાસી વિદ્યાર્થીઓને યુનિ.ના વહીવટીતંત્ર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ ધરમપુર કોલેજમાં FY,SY. TY અને MA ના વિદ્યાર્થીઓની આ વર્ષની શિષ્યવૃત્તિ ખાતામાં જમા ન કરી માનશીક રીતે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Decision News સાથે વાત કરતાં વિદ્યાર્થીઓ જણાવે છે કે શિષ્યવૃત્તિના મુદ્દે અમે કોલેજના સબંધિત કર્મચારીને અનેકવાર મૌખિક રજુઆત કરી છે. છતાં અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ ની શિષ્યવૃત્તિ બંને સત્ર પુરા થયા હોવા છતાં ખાતામાં જમા થઈ નથી. વધુમાં તેઓ કહે છે કે યુનિ.ના વહીવટીતંત્ર તરફથી કઈ પગલાં લેવામાં આવતાં નથી તો અમે શું કરીએ એવા ઉડાવ જવાબ અધિકારીઓ આપતાં હોય છે.

આ અંગે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે શિષ્યવૃત્તિ મળે એવી અપીલ અમે કરીએ છીએ અને જો ટુક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહિ થાય તો અમો સૌ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું જેની જવાબદારી પ્રશાસનની રેહશે.