વાંસદા: વૈચારિક એકતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલન નાંદુરી ખાતે થનાર છે તેના ભાગરૂપે ગતરોજ વાંસદા તાલુકાના પીપલખેડ ગામમાં આદિવાસી કોંકણા, કોંકણી, કુકણા, કુંનબી ડાંગ, સમાજની મિટિંગમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક પહેલા પરંપરાગત વાજિંત્ર કાહળિયા ના સૂર સાથે સ્થાનિક નાના બજારમાં રેલી કાઢી આ મહા સંમેલનનો સંદેશો સમાજના લોકોમાં વહેતો કરાયો હતો ત્યારબાદ પીપલખેડ ગામના હનુમાનજીના મંદિરમાં બેઠક કરવામાં આવી હતી. જેમાં સમાજના ઉત્થાન સાથે સંકળાયેલા 14 જેવા મુદ્દા પર ચર્ચા કરી મહાસંમેલનમાં કાર્યક્રમની પ્રવૃતિઓ વિષે ચર્ચા કરાઈ હતી/

નાંદુરી ખાતે યોજાનાર કોંકણા, કોંકણી, કુકણા, કુંનબી સાંસ્કૃતિક રાષ્ટ્રીય મહાસંમેલનમાં ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના લોકો ભાગ લેશે એવું કહેવામાં આવી રહ્યું છે. કોંકણા, કોંકણી, કુકણા, કુંનબી લોકોને એક વૈચારિક મંચ મળે એવો પ્રયાસ કરાવામાં આવી રહ્યો છે.